The Spy
ધ સ્પાય
Pages 152
એનો બસ એક જ અપરાધ હતો – એણે `આઝાદ નારી’ તરીકે જીવવાનું પસંદ કર્યું. માતા હારીએ પહેલીવાર પેરિસમાં પગ મુક્યો ત્યારે એના ખિસ્સામાં કાણી કોડીયે નહોતી. અને પછી થોડા જ મહિનામાં એના નામના સિક્કા પડવા લાગ્યા. દર્શકોને એ ડાન્સર તરીકે અણધાર્યા આંચકા આપતી, મંત્રમુગ્ધ કરી દેતી. થોડા જ સમયમાં એણે પોતાની અપ્રતિમ સુંદરતાના જોરે શ્રીમંત અને શક્તિશાળી પુરુષોને પોતાના મોહપાશમાં જકડી લીધા હતા. વિશ્વયુદ્ધનું બ્યુગલ ફૂંકાતાં જ, દેશભરમાં ભય અને શંકાનું મોજું ફરી વળ્યું. વળી, માતા હારીની વૈભવી લાઇફસ્ટાઇલ જ શંકાનું કારણ બને તેવી હતી. .... અને, અચાનક જ એક દિવસે પેરિસની એક વૈભવી હોટેલરૂમમાંથી માતા હારીની ધરપકડ થઈ. આરોપ હતો દેશ સાથે ગદ્દારી અને જાસૂસી કરવાનો. જેલમાંથી માતા હારીએ લખેલા અંતિમ પત્રના આધારે લખાયેલી `ધ સ્પાય' એક એવી અસામાન્ય સ્ત્રીની યાદગાર કથા છે, જેણે સમાજમાં વર્ષોથી ચાલી આવેલા રૂઢિચુસ્ત નિયમો તોડવાની હિંમત કરી હતી.