Pappa Ni Girlfriend
Swadeshi Book Store

Pappa Ni Girlfriend

Regular price $11.99 $0.00 Unit price per
Shipping calculated at checkout.

પપ્પા ની ગર્લફ્રેન્ડ

Pages 230

નેવર જજ અ બુક બાય ઈટ્સ કવર. આ કથા કોઈ એક્સ્ટ્રા-મેરિટલ અફૅરની નથી. આ કથા એક યુદ્ધની છે. એક એવું યુદ્ધ જે દરેક માનવ-શરીરમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. એ યુદ્ધ છે મનુષ્ય પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિનું, વૃત્તિ વિરુદ્ધ નૈતિકતાનું, હોર્મોન્સ વિરુદ્ધ ઈન્ટેલીજન્સનું, કોન્શિયસ વિરુદ્ધ સબ-કોન્શિયસનું.
જ્યાં સુધી માનવ સભ્યતા છે, ત્યાં સુધી આ યુદ્ધ અવિરત ચાલ્યા કરશે. નેચર અને સિવિલાઈઝેશનની બરાબર વચ્ચે ફસાયેલી આપણે એક એવી પ્રજાતિ છીએ, જેની નિયતિમાં જ સંઘર્ષ લખેલો છે. ન તો આપણે ક્યારેય આપણી વૃત્તિઓ અને પ્રકૃતિ તરફ પાછા વળી શકીશું, ન તો ક્યારેય પૂરેપૂરા સિવિલાઈઝ્ડ બની શકીશું. પ્રકૃતિ અને સંસ્કૃતિના બંને છેડાઓની બરાબર અધવચ્ચે આપણે ફસાયેલા છીએ. આ બંને વિરુદ્ધ દિશાઓ દરેક ક્ષણે આપણને પોતાની તરફ ખેંચી રહી છે. આ સંઘર્ષ માનવ ઈતિહાસના ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો છે. આદિમાનવ અને આજના સોફિસ્ટિકેટેડ હોમો સેપિયન્સ વચ્ચેનો છે. આપણી અંદર રહેલા આવેગો અને ઍથિક્સ વચ્ચેનો છે.
જે સંઘર્ષમાંથી આ કથાના નાયક પ્રોફેસર વિનાયક ત્રિવેદી પસાર થાય છે, એ જ સંઘર્ષમાંથી આપણે દરેક પસાર થઈ રહ્યા છીએ. આપણા દરેકની અંદર એક યુદ્ધ ચાલી રહ્યું છે, નેચર વર્સીસ સિવિલાઈઝેશનનું !
શું લાગે છે? કોણ જીતશે?