Swadeshi Book Store
Baraf Na Manaso
Regular price
$8.99
Shipping calculated at checkout.
બરફના માણસો
Page 142
આગ - એક એવી આગ જે ક્યારેય ક્યાંય પીગળી ન શકી. જ્યારે ઊંચા ઊંચા અવાજો નાના નાના અવાજોને ગળી જાય છે ત્યારે દબાયેલા એ અવાજો અકથ્ય વેદનાની ઝાળ થઈને સંવેદનશીલ માણસોની ભીતર બાઝી જતા હશે. એ જ આગ જે ધીમે ધીમે બરફમાં પરિવર્તિત થઇ જતી હશે અને પ્રસરી જતી હરો , તેમની કાયાની નસ નસમાં. કદાચ આ બરફના માણસોની વેદના, સંવેદના આમ જ કોઈ વાર્તાઓમાં પીગળતી હશે ? એ રીતે વેદનાને ભીતર સંગ્રહી જીવતાં , મારા પાત્રો એક રીતે બરફના માણસો જ છે! મને વિશ્વાસ છે તેમની આ ઝાળને, તેમના અવાજને તમારી આંખો તો મળશે. કોને ખબર, કદાચ તમારી આંખોથી પીગળી શકે આ બફલી. ઝાળ આ સંગ્રહની વાર્તાઓમાં કેવળ સ્ત્રીનો અવાજ નથી કે નથી કેવળ પુરુષનો અવાજ, પણ સંસ્પર્શ છે સમગ્ર મનુષ્યચેતનાનો. આ બરફના માણસો સાવ અજાણ્યા. અને છતાંય તમારા જ પડછાયા.