Amor Mio
અમોર મીઓ
Pages 190
એમોર મીઓ એટલે ‘તારા પ્રેમને કારણે ટકેલું મારું અસ્તિત્વ- આજે અને હંમેશ માટે.
`એમોર મીઓ’ એક ઇટાલીયન શબ્દ છે. તેનો અર્થ ‘માય લવ’ કે ‘મારો પ્રેમ’ એવો થાય પરંતુ ઈટાલીયન ભાષામાં આ શબ્દ થોડો વિસ્તૃત અર્થ લઈને આવે છે.
’ પ્રેમીઓ થકી, પ્રેમીઓ વિશે અને પ્રેમીઓ માટે, એક પ્રેમી દ્વારા લખાયેલું આ પ્રેમનું પુસ્તક છે. અહીં વિશ્વ-સાહિત્યની અમર પ્રેમકથાઓ છે. કથામાં રહેલા પ્રેમ-પત્રો અને પત્રોમાં રહેલી પ્રેમ-કથાઓ છે. અહીં સાહિત્ય છે, પ્રેમ છે, જૂનુન છે, કવિતા છે અને જિંદગી છે.
આ પુસ્તકમાં એવા મહાન સાહિત્યકારો, કલાકારો, સંગીતકારો અને વિજ્ઞાનીઓની સત્ય-કથાઓ છે જેમણે સાન, ભાન અને માન ભૂલીને પ્રેમ કર્યો. પોતાનું અસ્તિત્વ ગુમાવી અને ભૂલાવીને તેઓ પ્રિયજનને ચાહતા રહ્યાં. આ એવા પ્રેમીઓની વાત છે જેમણે ફક્ત પ્રેમ નથી કર્યો, પ્રેમની નીડર અભિવ્યક્તિ પણ કરી છે.
આ પ્રેમીઓ સાથે સંકળાયેલી દરેક વાતો ઈતિહાસના પાનાંઓમાં અમર થઈ ગઈ. તેમની વાર્તાઓ, પત્રો, પ્રેમ અને પુસ્તકો. આ લોકો એ વાતની પુષ્ટિ કરે છે કે જ્યાં સુધી ભીતર કશું જોડાતું કે તૂટતું નથી, ત્યાં સુધી કશું જ સર્જાતું નથી. -ડૉ. નિમિત્ત ઓઝા